વાંકાનેર

વાંકાનેર: નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના 7 ઉમેદવાર બિનહરીફ થશે…!?

વાંકાનેર: નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 50 ફોર્મ ભાયા છે એ પૂર્વે 3 ફોર્મ ભરાયા હતા આમ કુલ 7 વોર્ડમાં કુલ 53 ફોર્મ ભરાયા છે. સોમવારે ફોર્મ ની ચકાસણી થશે અને મંગળવારે ફોર્મ પાછા ખેંચવાનો દિવસ છે ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે.

આ પેટા ચૂંટણીમાં મહત્વના સમાચાર એ છે કે વોર્ડ નંબર 1માં ભાજપના ચારે ચાર ઉમેદવાર બિનહરીફ થશે. આજે છેલ્લા દિવસ સુધીમાં વોર્ડ નંબર 1માં ભાજપના આ ચાર ઉમેદવાર સિવાય અન્ય કોઈ વ્યક્તિએ ફોર્મ ન ભરતા ભાજપના આ ચારે ચાર ઉમેદવાર બિનહરીફ થઇ શકે છે.

જ્યારે વોર્ડ નંબર 5 માં હાલ પાંચ ઉમેદવારે પોતાના ફોર્મ ભરેલ છે જેથી આ વોર્ડમાં પણ ત્રણ ઉમેદવાર બિનહરીફ થઈ શકે છે.

વોર્ડ નંબર 1ના ઉમેફવારો…

(૧) રાહુલ રાજેન્દ્રભાઈ રીબડીયા
(૨) રીનાબેન બ્રીજેશભાઈ વરીયા
(૩) શીતલબેન નવઘણભાઈ કડીવાર
(૪) સંજયકુમાર છગનભાઈ જાડા

વોર્ડ નંબર 5ના ઉમેદવારો…

(૧) રમેશ મણીલાલ ધામેચા
(૨) હર્ષિત દિનેશકુમાર સોમાણી
(૩) સોનલ જીલેશ શાહ
(૪) દિનેશભાઈ અશોકભાઈ સોલંકી
(૫) માધવીબેન દિપકભાઈ દવે

આ સમાચારને શેર કરો