વાંકાનેર

યાત્રીગણ કૃપયા ધ્યાન આપે: ૫ ઓક્ટોબરે વાંકાનેર-મોરબી વચ્ચેની તમામ DEMU ટ્રેનો રદ…

મોરબી: મોરબી અને વાંકાનેર વચ્ચે નિયમિત મુસાફરી કરતા મુસાફરો માટે મહત્ત્વના સમાચાર છે. રેલવે તંત્ર દ્વારા તકનીકી કારણોસર વાંકાનેર અને મોરબી વચ્ચે દોડતી તમામ DEMU (ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ) ટ્રેનો રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ નિર્ણયને કારણે ૫ ઓક્ટોબરના રોજ આ રૂટ પર એક પણ ડેમુ ટ્રેન ચાલશે નહીં. રેલવે વિભાગે જણાવ્યું છે કે, ટ્રેકના મેન્ટેનન્સ અથવા અન્ય કોઈ ટેક્નિકલ ખામીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ રૂટ પર અવરજવર કરતા મુસાફરોને આ ફેરફારની નોંધ લેવા વિનંતી છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ૫ ઓક્ટોબરના રોજ વૈકલ્પિક વાહન વ્યવસ્થાનો ઉપયોગ કરે.

આ સમાચારને શેર કરો