વાંકાનેર: ટાઉન હોલમાંથી દલડી ગામના મોમીન આધેડને ડેડબોડી મળી

વાંકાનેર: માર્કેટ ચોકમાં આવેલ ટાઉન હોલમાંથી એક આધેડની ડેડબોડી મળી આવી છે. લોકોને જાણ થતા તેઓએ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આ ડેડબોડી મોકલી આપી હતી.

આ ડેડબોડી વાંકાનેર સિવિલ હોસ્પિટલ પહોંચતા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પોલીસને જાણ કરીને તેમનું પીએમ કરવા માટેની તજવીજ હાથ ધરી હતી.

આ ડેડબોડીની તપાસ કરતા તેઓ વાંકાનેર તાલુકાના દલડી ગામના ખોરાજીયા હુસેન હાજીભાઈ (આશરે ઉંમર વર્ષ 65) ની હોવાનું ખુલ્યું હતું જેથી દલડી ગામના તેમના કુટુંબીજનોને જાણ કરવામાં આવી હતી અને તેઓ હોસ્પિટલે આવ્યા હતા.

મળેલી વધુ માહિતી મુજબ આ આધેડ ખોરજીયા હુસેનભાઇની પાછળ તેમના કોઈ વારસદાર નથી, તેઓ એકલા રહે છે અને તેઓ અમદાવાદ બાજરવાડ અને અન્ય બીજી જગ્યાઓએ ફરતા રહેતા હતા. તેઓ છેલ્લા દશેક દિવસથી વાંકાનેરના ટાઉનહોલ ખાતે રહેતા હતા અને ત્યાં જ તેમનું અવસાન થયું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •