માવઠાથી પાકમાં થયેલ નુકશાન માટે રાહત પેકેજ જાહેર કરવા વાંકાનેર ધારાસભ્યની CMને રજૂઆત
વાંકાનેર:તાજેતરમાં થયેલા અને હજુ પણ પડી રહેલા કમોસમી વરસાદ (માવઠા) ને કારણે ખેડૂતોના પાકને કહુબ નુકશાન થયેલ ચગે, જેથી આ થયેલા નુકશાન અંગે વાંકાનેરના ધારાસભ્ય જીતુંભાઈ સોમાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી તાત્કાલિક રાહત પેકેજ આપવા માટે અપીલ કરી છે.
ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ પત્રમાં જણાવ્યું છે કે, તેમના મતવિસ્તારમાં આવતા વાંકાનેર અને રાજકોટ તાલુકાના ગામોના ખેડૂતોએ વાવેલા કપાસ, મગફળી અને વિવિધ બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને તેમને મોટી આર્થિક નુકશાની ભોગવવી પડી છે. ધારાસભ્યએ અપીલ કરી છે કે ખેડૂતો દ્વારા વાવેલા પાકના નુકશાનીનું તાત્કાલિક સર્વે કરાવીને, સરકાર દ્વારા આર્થિક સહાયરૂપ થવા માટે યોગ્ય રાહત પેકેજ જાહેર કરવામાં આવે…

