વાંકાનેર

વાંકાનેર-મિતાણા રોડ પર તીથવાના બોડ પાસે કોઝવેમાં પડીયા ગાબડા, રસ્તો બંધ

વાંકાનેર: છેલ્લા બે દિવસથી સમગ્ર વાંકાનેર પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે તાલુકા ભરમા નાના મોટા તમામ નદીનાળાઓમાં પૂર આવ્યા છે અને મોટી નદીઓ તો ગાંડીતુર બની ગઈ હતી. નદીમાં પાણી ઓસરતા નદી પર આવેલા પુલો અને રોડમાં નુકસાનીના બનાવો સામે આવી રહ્યા છે.

વાંકાનેર થી મીતાણા જવાના મુખ્ય રસ્તા એવા વાંકાનેર-મીતાણા રોડ ઉપર તીથવાના બોડ પાસે આવેલા આસોઈ નદી પરનો કોજવે ઉપર ગઈકાલે લગભગ પાંચથી છ ફૂટ પાણી વહી રહ્યું હતું ત્યારે આજે પાણી ઓસરતા, ઓછું થતા અને પુલ દેખાતા પુલમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે. જેમના કારણે તંત્રએ તાત્કાલિક આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દીધેલ છે. વાહન વ્યવહાર અન્ય રસ્તા ઉપર ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે.

આ કોઝવે પર મોટા ગામડા પડી જવાના કારણે જો કોઈએ તીથવા અરણીટીંબા, પીપળીયા રાજ, વલાસણ, કોટડા, મીતાણા જવાનું હોય અથવા તો ત્યાંથી વાંકાનેર તરફ આવવાનું હોય તો આ રસ્તા ઉપરથી પસાર થઈ શકાશે નહીં તંત્ર એ ત્યાં હાલમાં પોલીસ ગોઠવી દીધેલ છે. તેમજ જે રસ્તા પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે તે પણ સલામત નથી જેથી બિનજરૂરી અવરજવર ન કરવી.

આ સમાચારને શેર કરો