વાંકાનેરમાં પરિણીતા એક મહિનાથી લાપતા

વાંકાનેર : વાંકાનેર શહેરના મીલપ્લોટ વિસ્તારમાં નવજીવન સોસાયટીમાં રહેતા સોનલબેન ઉ.વ.૨૧ વાળા ગત તા.4 નવેમ્બરના રોજ પોતાના ઘેરથી આશરે ત્રણેક વાગ્યે ઘેરથી કોઇને કંઇ જાણ કર્યા વગર નીકળી ગયેલ હોય અને શોધખોળ કરવા છતા આજદિન સુધી મળી આવેલ ન હોય.
આખરે નીલેષ પીતાંબરભાઇ સોલંકી દ્વારા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરવવામાં આવી છે.હવે પોલીસ આગળની કાર્યવાહી કરશે…
