વાંકાનેર: અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા મેગા ફૂલસ્કેપ બડી નોટબુક વિતરણ
સૌરાષ્ટ્રમાં અલગ અલગ શહેરોમાં કુલ 1,80,000 જેટલાં ફુલસ્કેપ બડી ચોપડા વિતરણ
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ભારતભરમાં જીવદયા અને માનવતાના અનેક પ્રકલ્પો ચાલી રહ્યા છે અર્હમ ગ્રુપ દ્વારા ઘરે ઘરેથી પસ્તી એકઠી કરવામાં આવે છે તેમાંથી “પસ્તી સે પુસ્તક“. એક અભિયાન ચલાવવામાં આવે છે જે અંતર્ગત હાલ જયારે અભ્યાસ માટેનો ખર્ચ દિન પ્રતિદિન વધતો જાય છે ત્યારે મધ્યમ વર્ગ અને જરૂરિયાત મંદ લોકોને પ્રીમિયમ ક્વોલિટીની નોટબુક રાહત દરે પુરી પાડવાના ભાવ સાથે “મેગા ફુલસ્કેપ નોટબૂક વિતરણ“ અંતર્ગત
અનેકો બાળકોને એજ્યુકેશનમાં સહાયરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવે છે
જે અંતર્ગત તા.14/06 રવિવારના રોજ અર્હમ યુવા સેવા ગ્રુપ વાંકાનેર દ્વારા ફુલસ્કેપ બડી નોટબુક નું વિતરણ કરવામાં આવેલ આ ઉપરાંત રાજકોટ ,ગોંડલ,વેરાવળ,જૂનાગઢ ધારી, અમરેલી, લાઠી, માંગરોળ,ચલાલા,મોરબી ભાવનગર જેવા શહેરોમાં થઇને કુલ એક લાખ એસી હજાર જેટલી પ્રીમિયમ ક્વોલોટીની ફુલસ્કેપ નોટબુકનું રાહત દરે વિતરણ કરવામાં આવેલ
આ ઉપરાંત દરવર્ષે અર્હમ ગ્રુપ દ્વારા ભારતભરની અનેક સરકારી શાળાઓમાં તેમજ આદિવાસી તેમજ પછાત વિસ્તારની અનેક શાળાઓમાં આ ફુલસ્કેપ નોટબુક, સ્કૂલ બેગ તેમજ સ્ટેશનરી કીટનું નિઃશુલ્ક વિતરણ દ્વારા અનેક વિધાર્થીઓને જ્ઞાનદાનના પ્રકલ્પ દ્વારા તેઓના એજ્યુકેશનમાં સહાયરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવે છે
જ્ઞાનદાનના આ પ્રકલ્પને સાકાર બનાવવા અર્હમ ગ્રુપના ભાવિકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી, આપ પણ આપના ઘર તથા ઓફિસની પસ્તીનું અનુદાન આપી આ કાર્યમાં સહભાગી થવા 9737599990 સંપર્ક કરી શકો છો.


