Placeholder canvas

વાંકાનેર: પારિવારિક ડખ્ખામાં માતા-પુત્ર ઉપર હુમલો

પાડોસીએ બે મહિલાઓને માર માર્યાની ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરમાં પારિવારિક ડખ્ખામાં માતા-પુત્ર ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પાડોશી પરિવારના બે મહિલા સભ્યોએ માર મર્યાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કાજલબેન હસમુખભાઇ વીંજવાડીયા (ઉ.વ.૪૦ ધંધો.ઘરકામ રહે.નવાપરા શેરી નં.૦૩ વાંકાનેર) એ આરોપીઓ હકુબેન દેવજીભાઇ સારલા, કાજલબેન દેવજીભાઇ સારલા (રહે.બન્ને નવાપરા રામજી મંદીર વાળી શેરી વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૯ ના રોજ સાંજના સાત સવા સાતેક વાગ્યાના સુમારે ફરીયાદીના સસરા પાસે એક આરોપીના પતિ ઘેર બેસવા આવતા જતા હોય જે આરોપીઓને સારુ નહિ લાગતા જેનો ખાર રાખી ફરિયાદી.શેરીમાંથી નીકળતા આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી ઝપાઝપી કરી તેમજ આરોપીએ લાકડાના ધોકા વતી એક ઘા ફરિયાદીના માથામાં કપાળથી ઉપરના ભાગે મારી ઇજા કરી તથા આરોપીએ ફરિયાદીસાથે ઝપાઝપી કરી તથા ફરિયાદીના દીકરાને ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરી હતી. આ બનાવની વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો