Placeholder canvas

વાંકાનેર: મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો થયો કે નહીં ? જાણવા વાંચો…

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે આવેલ મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો થયો કે નહીં ?આવા પ્રશ્નો કપ્તાનના કાર્યાલય પર સતત લોકો પૂછતા રહ્યા છે, ત્યારે મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો વિશેની માહિતી જાણવા માગતા લોકોને જણાવી દઈએ કે મચ્છુ-૧ ડેમની પાળી (બંધ) પરથી પાણી નીચે પડવા લાગ્યું છે, આમ છતાં હજુ તેને ઓવરફ્લો ન કહી શકાય !!

આપને જણાવી દઈએ કે અત્યારે મચ્છુ-૧ ડેમમાંથી પાણી બહાર નદીમાં વહી રહ્યું છે પરંતુ એ પાણી પવનના કારણે ડેમમાં આવતા મોજાના કારણે પાણી બહાર નીકળી રહ્યું છે, હજુ મચ્છુ-૧ ડેમ 0.10ફૂટ ભરાવાનો બાકી છે.

મચ્છુ એક ડેમની હાલની સપાટી 48.90 ફૂટ છે આપને એ યાદ અપાવી દઈએ કે મચ્છુ-૧ ડેમની કુલ સપાટી 49 ફૂટ છે. લોકો તરફથી એવા પણ પ્રશ્નો સતત કપ્તાનના કાર્યાલય પર મેસેજ કે ફોન દ્વારા પૂછવામાં આવી રહ્યા છે કે હાલમાં સૌની યોજનાનું પાણી ચાલુ છે કે બંધ તો જણાવી દઈએ કે હાલમાં સૌની યોજનાનું પાણી બંધ છે. પરંતુ આ ડેમ ભરાયો તેમાં સૌની યોજનાનો મોટો હિસ્સો છે.

હાલ મચ્છુ-૧ ડેમ મોજાના કારણે ઓવરફ્લો થઈ રહ્યો છે તે જોવા માટે નીચેનો વિડિયો જુઓ…

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GsBqX6cRF12KKTEXxUWMTQ

બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…

નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો. https://www.facebook.com/kaptaannews

આ સમાચારને શેર કરો