વાંકાનેર થી જડેશ્વર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કરાયું.
વાંકાનેર: વાંકાનેર થી જડેશ્વર ધામને જોડતા મુખ્ય રોડનું (રિસર્ફેસનું) ખાતમુહૂર્ત વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું..
વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતથી વાંકાનેર થી જડેશ્વરને જોડતા આશરે 14. કિ. મી.અને રૂ/ 8 કરોડ 30લાખનાં ખર્ચે ડામર રોડનું (રિસર્ફેસ) કામ મંજૂર થયેલ છે. તેનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે બહોળી સંખ્યામાં સૌ આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..
આ રસ્તો મોરબી તથા વાંકાનેર ને જોડતો અગત્યનો રસ્તો છે. આ રસ્તો બનવાથી વાંકાનેર તથા મોરબી તાલુકાનાં પ્રજાજનોને ટુકા અંતરે સુવિખ્યાત યાત્રાધામ જડેશ્વર આવવા જવા માટે ખુબ સરળ રહેશે. આ રસ્તો જામનગર, મોરબી, તથા રાજકોટ જીલ્લાને જોડતો અગત્યનો રસ્તો છે. આ વિસ્તારમાં સુવિખ્યાત યાત્રાધામ જડેશ્ચર મહાદેવ મંદિર, તથા ભંગેશ્ચર મહાદેવ મંદિર, ઔદ્યોગિક વિસ્તાર, સ્કૂલો, સરકારી હોસ્પિટલ,તેમજ આ રસ્તા ઉપર ઘણાં બધાં ગામો આવેલા હોય તેથી પ્રજાજનોને આવવાં જવા માટે તેમજ વાહન વ્યવહારમાં ખુબ સરળ બની રહે છે.


