વાંકાનેર: મીલ પ્લોટમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ચારની અટકાયત

વાંકાનેર : વાંકાનેરના શાંતીનગરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા છે. આ ચારે શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 20ના રોજ વાંકાનેરના મીલ પ્લોટમાં શાંતીનગરમાં મયુરભાઇ હેમતભાઇ સોલકીના રહેણાક મકાનમાં ગંજીપનાથી તીનપતીનો નશીબ આધારીત હાર-જીતનો જુગાર રમતા મયુરભાઇ, પરેશભાઇ રસીકભાઇ ચૌહાણ, હાસમભાઇ હબીબભાઇ ભટ્ટી અને રહીમભાઇ રાયધનભાઇ મોવરને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે રેઇડ દરમ્‍યાન ગજીપાના પાના, રોકડ રૂ. 16,160 તથા મોબાઇલ નંગ-4 એમ કુલ કિ.રૂ. 39,160નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ તમામ આરોપીઓની અટકાયત કરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •