Placeholder canvas

વાંકાનેર: રાતાવીરડા રોડ પરથી રૂ.60 હજારનો વિદેશી દારૂ પકડાયો

વાંકાનેર : તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ ઉપરથી ઇગ્લીશ દારૂની ઇકો કારનુ પાયલોંટીંગ કરતો મોટરસાયકલ ચાલક તથા ઇકકો કારમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઇગ્લીશ દારૂની 156 બોટલો તથા બીયરના 48 ટીન (કી.રૂ. 60,600) મળી કુલ રૂ. 3,55,600ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

આજે તા. 22ના રોજ વાંકાનેર તાલુકા તથા સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમ્યાન પોલીસને મળેલ સંયુકત બાતમી આધારે વાંકાનેર તાલુકાના રાતાવીરડા રોડ પર ગ્રેનીટો સીરામિકના કારખાના પાસેથી ઇગ્લીશ દારૂની પાયલોટીંગ કરી ઇકકો કારમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા છે.

જેમાં પોલીસે રાકેશ નાનાભાઇ મછાર, રઘુભાઇ ઉર્ફે રઘો રાણાભાઇ ઇન્દરીયા અને અરવિંદ વિરજીભાઇ ઇંદરીયાને મેક ડોવેલ્સ નંબર-1 સુપરીયર વ્હિસ્કી, બોટલ નંગ 120 (કિં.રૂ. 45,000), ગ્રેવીટી ગ્રીન એપલ ફલેવર વોડકા બોટલ નંગ 24 (કિં.રૂ. 7200), ગ્રેવીટી પ્યોર ગ્રેન વોડકા બોટલ નંગ 12 (કિં.રૂ. 3600) તથા કીગ ફીશર સ્ટ્રોન્ગ પ્રીમીયમ બીયર ટીન નંગ 48 (કી.રૂ. 4800) સાથે પકડી પાડવામાં આવ્યા છે. તેમજ આરોપી પરેશભાઇ લવાભાઇ નાકીયા નાશી ગયો હતા.

પોલીસે વિદેશી દારૂનો જથ્થો, ઇકો કાર, હીરો સ્પેલન્ડર તથા મોબાઇલ મળી કુલ રૂપીયા 3,55,600ના મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. અને ચારેય આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.તેમજ પકડાયેલ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો