Placeholder canvas

વાંકાનેર: ફાયરીંગ બટ વિસ્તારમાં 45 દિવસ સુધી પ્રવેશબંધી.

1લી જાન્યુઆરી થી 45 દિવસ સુધી પ્રવેશબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ…

મોરબી : રાજકોટ ગ્રામ્ય જિલ્લાના તમામ પોલીસ અધિકારી – કર્મચારીઓનું વર્ષ-૨૦૨૨નું વાર્ષિક ફાયરીંગ હાથ ધરવા માટે તા.1 જાન્યુઆરીથી 45 દિવસ સુધી ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોઈ 45 દિવસ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરસર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં હોઈ તા.1 જાન્યુઆરી 45 દિવસ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 હેઠળ શિક્ષાપાત્ર થશે.

આ સમાચારને શેર કરો