આખરે વાંકાનેરને ચીફ ઓફિસર મળ્યા: મોરબી, માળીયા અને હળવદના ચીફ ઓફિસરની બદલી

વાંકાનેર: આજે રાજ્યના ૫૦ શહેરના નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લામાં મોરબી, માળીયા અને હળવદના ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે અને વાંકાનેરમાં નવા ચીફ ઓફિસર મૂકવામાં આવ્યા છે.

મોરબી જીલ્લા ના મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીસ સરવૈયાની રાજુલા નગરપાલિકામાં બદલી કરવામાં આવી છે, જ્યારે મોરબી નગરપાલિકામાં હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા ને મૂકવામાં આવ્યા છે. જ્યારે હળવદ નગરપાલિકામાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઇ માળીને મૂકવામાં આવ્યા છે. માળિયા-મિયાણા નગરપાલિકાના ચીફ ઓફિસર હિરેન સોલંકી ને તલોદ નગરપાલિકામાં મુકવામાં આવ્યો છે, અને પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર કુ.ઉર્મિલા સુમેસરા ને માળીયા મિયાણા નગરપાલિકામાં મૂકવામાં આવ્યા છે.

વાંકાનેર નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર થી ગાડુ ચલાવવામાં આવી રહ્યું હતું અને ઘણી વખત વાંકાનેર નગરપાલિકાને ચીફ ઓફિસર આપવાની આગેવાનોએ માગણી પણ કરી હતી ત્યારે આ નગરપાલિકાના ચીફ ઓફિસર ની બદલીમાં વાંકાનેર ને આખરે ચીફ ઓફિસર મળ્યા છે. પાટણ જિલ્લાની ચાણસ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર કુ. તેજલબેન જે. મુંધવાને વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવ્યા છે.

નવા ચીફ ઓફિસર પાસે વાંકાનેરની જનતા ને ઘણી બધી અપેક્ષા રહેશે જેમાં ખાસ કરીને ટ્રાફિક અને ગાય અને ખૂટનો પ્રશ્નો મહત્વનું છે. જોઈએ નવા ચીફ ઓફિસર વાંકાનેર જનતાના સુખાકારી અને સગવડ માટે કેવી કામગીરી કરે છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો