વાંકાનેરથી ધામા જવા માટે લાભ પાંચમથી નવી એસ.ટી. બસ સેવા શરૂ થશે

રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહના સૂચનથી વાંકાનેર-હળવદ-ધ્રાંગધ્રા થઈ ધામા સુધી સીધી બસ દોડશે; શક્તિ માતાજીનાં દર્શને જતા ભાવિકોને મળશે સુવિધા

વાંકાનેર: વાંકાનેર અને આસપાસના વિસ્તારના મુસાફરો તથા ધામા ખાતે બિરાજમાન શક્તિ માતાજીનાં દર્શનાર્થે જતા ભાવિકો માટે આનંદના સમાચાર છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વાંકાનેરથી ધામા સુધી નવી એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવનાર છે.

રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહના સૂચનથી એસ.ટી. વિભાગ દ્વારા આ નવી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી લાભ પાંચમ, તા. 14 નવેમ્બર 2026, શનિવારથી આ બસ સેવાનો પ્રારંભ થશે.

નવા રૂટ મુજબ બસ વાંકાનેરથી હળવદ અને ધ્રાંગધ્રા થઈ ધામા સુધી જશે. સમયપત્રક અનુસાર વાંકાનેરથી બસ બપોરે 2:00 કલાકે ઉપડશે, જ્યારે પરત મુસાફરી માટે ધામાથી સવારે 6:15 કલાકે બસ ઉપડશે.

ધામા ખાતે બિરાજમાન શક્તિ માતાજીનાં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને અત્યાર સુધી મુસાફરી માટે અન્ય વાહનો કે વૈકલ્પિક વ્યવસ્થાનો સહારો લેવો પડતો હોય તેવા સંજોગોમાં આ સીધી બસ સેવા ઉપયોગી બનશે. ખાસ કરીને વાંકાનેર, હળવદ અને ધ્રાંગધ્રા વિસ્તારના મુસાફરોને આ નવી સુવિધાનો લાભ મળશે.

લાભ પાંચમના પવિત્ર દિવસે શરૂ થનારી આ બસ સેવા ધાર્મિક યાત્રાળુઓની સાથે સામાન્ય મુસાફરો માટે પણ મુસાફરીની સુવિધામાં વધારો કરશે.

#વાંકાનેર #ધામા #શક્તિમાતા #એસટીબસ #GSRTC #નવીબસસેવા #લાભપાંચમ #હળવદ #ધ્રાંગધ્રા #કેસરીદેવસિંહ #કપ્તાન #KaptaanNews

આ સમાચાર શેર કરો

Follow Us on