skip to content

KAPTAAN IMPACTS: વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ફ્રીજ થઇ ગયા ફટાફટ ચાલુ…

KAPTAAN IMPACTS

હવે હોસ્પિટલમાં પીવાનું પાણી પણ મળશે.

વાંકાનેર: સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીના ફ્રીજ બંધ હોવાના કારણે લોકોને પીવાનું પાણી મળતું નહોતું. આ બાબતની જાણ સ્થાનિક અધિકારીઓને હોવા છતાં પણ આ બંધ થયેલા ફ્રિજ રીપેરીંગ કરાવીને ચાલુ કરાવવામાં આવતા નોહોતા. તેમજ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેના માટે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી. વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ અને તેના સગા વાલાઓ ને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડતી હતી.

આ બાબત પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરના ધ્યાનમાં આવતા પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરના સભ્ય અને પત્રકાર શાહરૂખ ચૌહાણે આ બાબતની વિડીયોગ્રાફી એને ફોટોગ્રાફી કરી હતી જે કપ્તાન ન્યુઝ સહિત પ્રેસ કલબ ઓફ વાંકાનેરના પત્રકાર મિત્રો એ પોતપોતાના માધ્યમમાં અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા.

આ મીડિયામાં આવેલા અહેવાલ ના કારણે માત્ર બે દિવસમાં જ સિવિલ હોસ્પિટલમાં બંધ થયેલા ફ્રિજ અને આરો પ્લાન્ટ રીપેર કરીને ચાલુ કરી દેવામાં આવ્યા છે. જેથી હવે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને જે પીવાના પાણીની હાલાકી ભોગવવી પડતી હતી તે પ્રશ્નનો નિવેડો આવ્યો છે. અને હવે સિવિલ હોસ્પિટલમાં મફત દવાની સાથો સાથ મફત પીવાનું પાણી પણ મળી રહેશે…!!!

👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..

https://t.me/kaptaannews

👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

જુઓ વિડીયો…..

KAPTAAN IMPACTS: વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ફ્રીજ થઇ ગયા ફટાફટ ચાલુ…, હવે હોસ્પિટલમાં પીવાનું પાણી પણ મળશે.

Posted by Kaptaan on Sunday, September 27, 2020
આ સમાચારને શેર કરો