વાંકાનેર સિવિલ હોસ્પિટલના ડોક્ટર પર હુમલો: અમિત શેજપાલ સામે પોલીસ ફરિયાદ

ગત રાત્રે બનેલી ઘટનાના CCTV કોટેજ સામે આવ્યા: ડોક્ટર મહંમદ વકાલીયાએ આજે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વાંકાનેર: વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર મહંમદ વકાલીયા ઉપર ગત રાત્રે હુમલો થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને આજે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે બનેલી આ ઘટનામાં અમિત શેજપાલ સામે ડોક્ટર મહંમદ વકાલીયા ઉપર હુમલો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અમિત શેજપાલ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર હોવાનું જણાવવામાં આવ્યું છે.

ઘટનાને લઈને સામે આવેલા CCTV કોટેજમાં હોસ્પિટલ પરિસરમાં ડોક્ટર અને એક વ્યક્તિ વચ્ચે થયેલી ધક્કામુક્કી/બોલાચાલી જેવી સ્થિતિ જોવા મળે છે. જોકે CCTVના દૃશ્યોના આધારે ઘટનાની સંપૂર્ણ હકીકત અંગે અંતિમ નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી.

આ મામલે ડોક્ટર મહંમદ વકાલીયાએ પોતાની બાઈટમાં ઘટનાને લઈને પોતાની રજૂઆત કરી છે. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.

ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અંગેની કાયદેસરની તપાસ બાદ ઘટનાની વધુ હકીકત સ્પષ્ટ થશે.

જુઓ વિડિયો

આ સમાચાર શેર કરો

Follow Us on