Placeholder canvas

વાંકાનેર શહેર પોલીસે ચાર મહિલા સહિત સાતને જુગાર રમતા પકડી પાડ્યા…!!

હવે જુગારના રવાડે મહિલાઓ પણ ચડી છે, ગઈકાલે વાંકાનેર શહેર પોલીસે જુગાર રમતી ચાર મહિલા સહિત સાત શખ્સોને પકડી પાડયા છે

વાંકાનેર શહેરમાં સીટી સ્ટેશન રોડ ઉપર વાંજાવાસ મચ્છુ નદી કાંઠે પોલીસે દરોડો પાડી પાના ટીચતી ચાર મહિલા સહીત સાત શખ્સોને ઝડપી લઈ રોકડા રૂપિયા 6210 કબ્જે કરેલ છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેરમાં સીટી સ્ટેશન રોડ ઉપર વાંજાવાસ મચ્છુ નદી કાંઠે જુગાર રમાતો હોવાનો બાતમીને આધારે પોલીસ ટીમે દરોડો પાડતા જુગાર રમી રહેલ જાકીરભાઈ ઉસ્માનભાઈ શેખ, અબ્દુલભાઈ કાલુભાઈ ફકીર, અલીસાભાઈ નુરસાભાઈ શેખ, રાબીયાબેન રફીકભાઈ ફકીર, હલીમાબેન અલીશાનુરશા શેખ, જેનાબેન હાજીભાઈ શેખ અને શહેનાજબેન જાકીરભાઈ ફકીરને તીનપતીનો હારજીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂ.6210 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી

આ સમાચારને શેર કરો