વાંકાનેર

વાંકાનેર: માનસિક અસ્વસ્થ સગીરા ગુમ થયા બાદ અપહરણની ફરિયાદ

અંજની પ્લાઝાના લુક, લે-આઉટ અને સુવિધામાં ધરખમ ફેરફાર

વાંકાનેરમાં રહેતી માનસિક રીતે અસ્વસ્થ સગીરા ગુમ થયા બાદ તેણીના અપહરણની ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર સીટી પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને સગીરાની ભાળ મેળવવા વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતી અને જન્મથી મૂંગી તેમજ મંદબુદ્ધિની સગીરા ગત તા.10 એપ્રિલના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. આ સગીરાનો પત્તો ન લાગતા અંતે તેના પરિવારજનોએ અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

વાંકાનેર પોલીસના જણાવ્યા મુજબ ગુમ થનાર તરુણી મંદબુદ્ધિની છે. જન્મથી મૂંગી છે. એટલે સ્પષ્ટ બોલી શકતી નથી. પણ તે સાંભળી શકે છે અને અભણ તેમજ શરીરે માધ્યમ બાંધાની અને વાને રૂપાળી છે તેમજ તેણીના જમણા હાથે જયશ્રી નામ ત્રોફાવેલ છે. આથી આ તરુણીનો કોઈને પત્તો મળે એ તેણે વાંકાનેર પીઆઇ એચ.એન રાઠોડ-98257 53478, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન-02828 220556, મોરબી કંટ્રોલ રૂમ-02822 243478 ઉપર સંપર્ક કરવો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો