વાંકાનેરમાં ત્રણ સ્થળેથી વર્લી ફીચરનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

વાંકાનેર : વાંકાનેરમાં પોલીસે ગઈકાલે અલગ અલગ ત્રણ સ્થળે પરથી વર્લી ફીચરનો જુગાર રમતા ત્રણને ઝડપી લીધા હતા.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેર જડેશ્વર રોડ બગીચા પાસે વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા આરોપી સોયબભાઇ આદમભાઇ રવાણીને વર્લી સાહીત્ય સહિત રોકડા રૂ.૭૦૦ સાથે તેમજ વાંકાનેર મીલ પ્લોટ ચોક ટાઉન પાસે વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા સાગર ઉર્ફે હડો ભુપતભાઇ ધોળકીયાને રોકડા રૂ.૫૦૦ સાથે અને વાંકાનેર ગૌશાળા રોડ રામજી મંદિર પાસે જીનપરા પાસે વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા આરોપી દિપકભાઇ ઉર્ફે બટેક દેવશીભાઇ હડાણીને રોકડા રૂ.૭૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો