વાંકાનેર ચુવાળીયા ઠાકોર સમાજના શહેર પ્રમુખ તરીકે જયંતિભાઈ મદ્રેસાણીયાની વરણી
By Mayur Thakor -Wankaner
વાંકાનેર શહેર ચુવાળીયા ઠાકોર સમાજના પ્રમુખ તરીકે ઠાકોર સમાજના અગ્રણી જયંતીભાઈ મદ્રેસાણીયાની વરણી કરવામાં આવેલ છે. તેઓ સતત દસ વર્ષથી ચુવાળીયા ઠાકોર સમાજના ઉપ- પ્રમુખ તરીકે સેવા આપતા આવ્યા છે. આ ઉપરાંત શ્રી વેલનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે અને ટ્રસ્ટના માધ્યમથી સમાજના વિદ્યાર્થીઓને સારૂ એજ્યુકેશન મળી રહે તેમજ બહારગામથી આવતા વિદ્યાર્થીઓને રાજકોટ રોડ પર આવેલ વેલનાથ બાપુના મંદિર ખાતે રહેવા તથા જમવાની સુવિધા પૂરી પાડી સેવામાં તેઓ સતત કાર્યશીલ રહે છે. તેઓ છેલ્લા છ વર્ષથી ઠાકોર સમાજની માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલ યુવક યુવતીઓના સમૂહ લગ્નનું પણ આયોજન કરી રહ્યા છે.
ગત તા. ૧૩ સપ્ટેમ્બર રવિવારના રોજ શહેરના નવાપરા ખાતે ઠાકોર સમાજના આગેવાનોની તથા કારોબારી સભ્યોની પ્રમુખ પદની ચૂંટણી માટે બેઠક મળી હતી જેમાં ૨૩ માંથી ૧૩ મત જયંતિભાઈને મળતા તેઓની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. તેઓની વાંકાનેર શહેર3 ચુવાળીયા ઠાકોર સમાજનાં પ્રમુખ તરીકે વરણી થતા સગા સ્નેહીઓ સમાજના આગેવાનો તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા સોશિયલ મીડિયા, રૂબરૂ તેમજ ફોન પર શુભેચ્છાઓ પાઠવી હતી.
વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..