વાંકાનેર

વાંકાનેર: ચેક રીટર્ન કેસમાં જામનગરના હિરેન ધબ્બાને 1વર્ષની સજા અને ફરીયાદીને વળતર ચૂકવવાનો કોર્ટનો હુકમ.

વાંકાનેર: વધુ વ્યાજની લાલચ આપીને લીધેલ રૂપિયા ૫,૦૦,૦૦૦/- ની ચુકવણી પેટે આપેલ ચેક રીટર્ન ના કેસમાં જામનગરના ઓમ ટ્રેડીંગના માલિક હિરેન મહેન્દ્રભાઈ ધબ્બાને એક વર્ષની સજા અને ફરીયાદીને વળતર ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે વાંકાનેર શહેરમાં રહેતા અજયગીરી ગુલાબગીરી ગોસાઈને ઓમ ટ્રેડીંગના નામથી શેરબજારમાં રોકાણ કરીને વધુ રૂપિયા આપવાની લાલચ આપીને ફરીયાદી પાસેથી રૂપિયા ૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પુરા લઇ લીધેલ અને તે રકમની ચુકવણી પેટે રૂ.૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પૂરાનો તા.૧૭/૦૭/૨૦૨૧ ના રોજનો ચેક ફરીયાદી ને આપેલ જે રીટર્ન થતા તે અંગેની ફરિયાદ અજયગીરી ગુલાબગીરી ગોસાઈએ તેના વકીલ મારફતે વાંકાનેર કોર્ટમાં આ જામનગર ના ઓમ ટ્રેડીંગના માલિક હિરેન મહેન્દ્રભાઈ ધબ્બની વિરુધ કેસ દાખલ કરેલ અને ત્યારબાદ આ આરોપી હાજર નહિ થતા નામદાર કોર્ટે વોરંટ કાઢેલ અને હાજર રખાવેલ ત્યારબાદ સદરહુ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા આ કામના ફરિયાદીએ પોતાનો કેસ ની:શંકપણે સાબીત કરેલ હોય અને ફરિયાદીના વકીલ ફારૂક એસ. ખોરજીયાએ કરેલ દલીલોને માન્ય રાખીને આ કામના આરોપી હિરેન મહેન્દ્રભાઈ ધબ્બાને એક વર્ષની સજા અને ફરિયાદીને વળતર પેટે રકમ રૂપિયા ૫,૦૦,૦૦૦/- ચૂકવવાનો હુકમ ઠાકોરસાહેબે કરેલ છે.

આ કામના ફરિયાદી વતી વકીલ તરીકે ફારૂક એસ.ખોરજીયા, કૌશર એ.ખોરજીયા અને આદીલ એ.માથકીયા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો