વાંકાનેર: નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીના ભાજપ ઉમેદવારોની જાહેર…
વાંકાનેર નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠકની પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ગુજરાત ભાજપ હાઇકમાન્ડ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે છે.
વાંકાનેર નગરપાલિકા માટે ભાજપના ઉમેદવારો

ચંદ્રપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના ઉમેદવાર…
ચંદ્રપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ગીતાબેન મોહનભાઈ ગામોટની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસે આ સીટ પર સુજાનાબેન યાકુબભાઈ શેરસિયાની પસંદગી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રપુર તાલુકા પંચાયતની સીટમાં ચંદ્રપુર ગામ અને ભાટિયા સોસાયટીનો સમાવેશ થાય છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રપુર ગામના છે અને ભાજપના ઉમેદવાર ભાટિયા સોસાયટીના છે. આ પૂર્વે આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા. હવે જોવાનું રહ્યું કે આ પેટા ચૂંટણીમાં કોણ વિજેતા થાય છે.

