વાંકાનેર

વાંકાનેર BSNLને વર્ષો પછી મળ્યાં રેગ્યુલર JTO, વાંકાનેરી તરવરીયા યુવાને સંભાળ્યો ચાર્જ…

‘સૌથી સસ્તુ બીએસએનએલ પણ શરત એક જો કવરેજ મળે તો..!!’
Bsnl માટે આવી કોમેન્ટ થતી અને આ કોમેન્ટમાં કશું ખોટું પણ નહોતું કેમ કે bsnl નું બીજું નામ એટલે ધાંધિયા, એમાં જો વાંકાનેર વાત કરીએ તો વાંકાનેરનું એક વખતનું હર્યુંભર્યું bsnl હાલ ખંઢેર થઈ ગયું અને ધકેલ પંચા દોઢસો મુજબ ચાલતું હતું.

આવામાં વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના મહંમદઈરફાન ઈસ્માઈલભાઈ માથકિયા જેવો ભુજ bsnlમાં નોકરી કરે અને તેમને વિચાર આવ્યો કે મારા વતનમાં bsnlને ઊભું કરીને લોકોને તેમનો લાભ કેમ ન આપવો, અને તેમની બદલી વાંકાનેરમાં ઇન્ચાર્જ સબ ડિવિઝનલ ઓફિસર તરીકે થઈ…

જેમને કામ જ કરવું છે અને કોઈપણ સંજોગમાં કોઈપણ પરિસ્થિતિમાં સારામાં સારું પરિણામ લઈ આવું છે એમને ક્યારેય કંઈ નડતું નથી. બસ આજ રીતે ઇરફાન માથકિયા લાગી પડ્યા, માત્ર બે-ત્રણ મહિનામાં જ વાંકાનેર શહેરના તમામ bsnl ટાવર શરૂ કરી દીધા. ઘણી બધી જગ્યાએ નવા કેબલ પાથરી દીધા અને હવે તેમની નજર ગ્રામ્ય વિસ્તાર ઉપર પડી છે. આ ત્રણ માસમાં સારું નહીં પણ જબરદસ્ત પરિણામ લાવીને અહીંયા બધું થઈ શકે છે અને એ ઈરફાન કરી શકે તેમ છે, તે ઉચ્ચ અધિકારીમાં પ્રુ કરી આપ્યું અને ઉચ્ચ અધિકારીએ પણ તેમના કામની કદર કરીને રેગ્યુલર ડિવિઝનલ ઓફિસર તરીકે ઓર્ડર કર્યો…

ઈરફાન માથકિયા જોડેની વાતમાં તેમને જણાવ્યું કે વાંકાનેરમાં મોબાઇલ યુઝર્સો ઘણા બધા છે અને ઇન્ટરનેટના યુઝર્સો પણ એટલા જ છે. હાલમાં લોકો જે લૂંટાઈ રહ્ય છે તે વાંકાનેરના પૈસા બચાવવા છે અને સારામાં સારું નેટવર્ક આપવાનું છે. બસ આ ગોલ સાથે મારા વતન વાંકાનેરમાં આવ્યો છું અને વાંકાનેરમાં નેટવર્ક તો bsnl જ આવું પબ્લિક કહેતી થાય તો સાચુ, એ મારો ગોલ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બહુ ટૂંક સમયમાં ઇન્ટરનેટ અને મોબાઈલ કનેક્ટિવિટી વાંકાનેરમાં સૌથી સારી અને સસ્તી પબ્લિક માટે ઉપલબ્ધ થઈ જશે, જો કે હાલમાં વાંકાનેર શહેરનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે ગ્રામ્ય વિસ્તારનું કામકાજ હાથમાં લીધેલ છે. આ માટે રાત દિવસ કામ કરવા મારી સંપૂર્ણ તૈયારી છે.

આશા રાખીએ કે ઇરફાન માથકિયા વાંકાનેરમાં bsnl ને ઊભું જ નહીં પણ દોડતું કરવાની ખેવનામાં સફળ થાય અને પબ્લિક તરફથી પણ એમને ખૂબ સારો રિસ્પોન્સ મળે.

આ સમાચારને શેર કરો