Placeholder canvas

વાંકાનેર ના બ્લોગર અને આઈ. ટી. એક્સપર્ટ શકીલ ઠાસરીયા નો આજે જન્મદિવસ

વાંકાનેરના પ્રખ્યાત બ્લોગર, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝશન એક્સપર્ટ, અને આઈ. ટી. ફિલ્ડમાં સારું નામ ધરાવનાર શકીલ ઠાસરીયાનો આજે જન્મ દિવસ છે. તેઓ તા. ૫મી સપ્ટે. ૨૦૦૩ માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ. પી. જે. અબ્દુલ કલામ સાહેબ સાથે પણ રૂબરૂ મુલાકાત કરી હતી. તેઓ સાથે ઘણા સમય સુધી સંર્પકમાં રહેલ અને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરેલ.

આ સાથે શકીલ ઠાસરીયા પાસે દુનિયાના સેલેબ્રીટીસના ઓરિજિનલ ઑટોગ્રાફ્સનું બહોળું અમૂલ્ય સંગ્રહ છે. આ સંગ્રહમાં તેમની પાસે નરેન્દ્ર મોદી, ડો. એ. પી. જે. અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ, પેઈન્ટર એમ. એફ. હુસૈન, બિલ ગેટ્સ, અમિતાભ બચ્ચન, અને વિદેશના ઘણા દેશોના પ્રધાન મંત્રી રાષ્ટ્રપતિઓના ઓરિજિનલ ઑટોગ્રાફ્સનું બહોળું સંગ્રહ છે. તેઓને અગાઉ પોલેન્ડ દેશના પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા પણ આમંત્રણ આપવામાં આવેલ. શકીલ ઠાસરીયાની નોંધ પ્રખ્યાત અખબાર “ઘી ઇકોનોમિક ટાઈમ્સ” દ્વારા પણ લેવામાં આવેલ છે.

શકીલ ઠાસરીયા મોટું મિત્ર વર્તુળ ધરાવે છે. આજે તેમના મોં. ૮૦૦૦ ૨૨૨ ૮૯૨ પર તેમના સગા સ્નેહીઓ મિત્રો વ્યવસાયિક સંબંધીઓ તેમને મોબાઈલ ઉપર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

શકીલ ઠાસરીયાને કપ્તાન ગ્રુપ તરફથી એમના જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો