Placeholder canvas

વાંકાનેર:સરકારી હોસ્પીટલ ખાતે બ્લોક હેલ્થ મેળો યોજાયો.

સમગ્ર રાજયના તમામ તાલુકા મથકે બ્લોક હેલ્થ મેળા યોજવાના આયોજનના ભાગ રુપે સરકારી હોસ્પીટલ વાંકાનેર ખાતે મોરબી કલેકટર જે.બી.પટેલ અને વાંકાનેરના યુવરાજ કેસરીસીંહજી ઝાલાની ઉપસ્થીતીમાં ખુલ્લો મુકવામાં આવેલ. આ પ્રસંગે મુખ્ય જીલ્લા આરોગ્ય અઘીકારી ડો.જે.એમ.કતીરા. આર.સી.એચ.ઓ. ડો.વી.એલ.કારોલીયા.પ્રાંત અધિકારી શીરસીયા, મામલતદાર તથા ટી.ડી.ઓ. અને તાલુકાના આગેવાનો હાજર રહયા હતા.

આમજનતાને આરોગ્યની સેવાઓ અને યોજનાનો લાભ એકજ સ્થળે છેવાડાના લોકોને મળે તેવો હેતુ આ બ્લોક હેલ્થ મેળાનો હોય આ મેળાનો વઘુમાં લાભ લેવા લોકોને કલેકટર મોરબી દ્વારા અપીલ કરવામાં આવેલ. આ મેળામાં વીના મુલ્યે તપાસ/દવાઓ/ હેલ્થ આઇ.ડી/આયુષમાન ભારત કાર્ડ/ચેપી-બીનચેપી રોગોની સારવાર/આર્યુવેદ-હોમીયોપેથી સારવાર વગેરે સેવાઓ પુરી પાડવામાં આવેલ.આ મેળામાં.961.લાભાર્થી લાભ લીધો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા રુષીભાઇ ઝાલા. અઘીક્ષક ડો.હરપાલસીહ તથા હોસ્પીટલ સ્ટાફ તેમજ આરોગ્ય કર્મચારીઓએ પુરી જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકા હેલ્થ ઓફીસરએ કર્યુ હતું.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો