વાંકાનેર ભાજપ દ્વારા વિવિધ મોરચાના હોદેદારોની નિમણુંક

વાંકાનેર : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મહેતા તેમજ મોરબી જીલ્લા ભાજપના વરીષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-પરામર્શ કરી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા એ વાંકાનેર તાલુકા ભાજપ લઘુમતી મોરચા, વાંકાનેર શહેર યુવા મોરચા તેમજ વાંકાનેર શહેર ભાજપ આઈ.ટી. તથા એસ.એમ.ના પદાધીકારીઓની નિમણૂક કરવામાં આવેલ છે.

જેમાં વાંકાનેર તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે દેકાવાડીયા ગ્યાસુદીન, મહામંત્રી તરીકે કડીવાર ફારૂકભાઈ, ઉપપ્રમુખ તરીકે બાદી ગુલાબમોયુદિન અને વકાલીયા નજરુદિન, મંત્રી તરીકે શેરસીયા ગુલાબમોયુદિન, શેરસીયા મોહમદરઝા, ખોરજીયા યુનુશભાઈ અને માથકીયા અહેમદરઝા, કોષાધ્યક્ષ તરીકે ખોરજીયા માહમદભાઈની નિમણુંક કરવામાં આવી છે.

આ ઉપરાંત, વાંકાનેર શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે ઝાલા જયેન્દ્રસિંહ, મહામંત્રી તરીકે પાટડીયા નિતેશભાઈ, ઉપપ્રમુખ તરીકે મહાલીયા મનીષભાઈ અને ઝાલા ઋષિરાજસિંહ, મંત્રી તરીકે સુરેલા નીતિનભાઈ, હણ વિજયભાઈ, મોરણીયા પિયુષભાઈ અને બગ્ગા દીપસિંહ, કોષાધ્યક્ષ તરીકે ગોસ્વામી ધર્મેષગીરીની વરણી કરવામાં આવી છે.

વધુમાં, વાંકાનેર શહેર આઈ.ટી. ટીમના ઇન્ચાર્જ તરીકે અશ્વિનભાઈ અગ્રાવત અને સહઇન્ચાર્જ તરીકે જાનકીદાસ સાધુ તેમજ સોશિયલ મીડિયા ટીમના ઇન્ચાર્જ તરીકે હિમાંશુભાઈ ગેડીયા અને સહઇન્ચાર્જ તરીકે નવદીપભાઈ ભટ્ટીને જવાબદારી સોંપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો