વાંકાનેર: બાઉન્ટ્રી પાસેથી આઇસરના ચોરખાનામાંથી દારૂ બિયરનો પોણા ત્રણ લાખના જથ્થા સાથે એક પકડાયો.

ગોવા – મહારાષ્ટ્રની બોર્ડર ઠેકાડી વાંકાનેર બાઉન્ડ્રીએ પહોંચી ગયેલ દારૂ ભરેલ આઇસરને ઝડપી લેતી મોરબી એલસીબી

મોરબી : મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ગોવા અને મહારાષ્ટ્રની બોર્ડર ઠેકાડી વાંકાનેર બાઉન્ડ્રી સુધી દારૂ અને બિયરનો જથ્થો ચોર ખાનામાં છુપાવી પહોચી ગયેલા આઇસર ચાલકને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૬૨૫ બોટલ તેમજ બિયરટીન નંગ ૪૮ મળી કુલ ૨,૭૨,૫૧૦ના દારૂ બિયર સહિત કુલ રૂપિયા ૧૨,૭૭,૫૧૦/- ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.

મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી આઇસર ગાડી નંબર GJ-23-AT-3603 વાળી રાજકોટ તરફ આવી રહી છે. આ આઇસરના પાછળના ભાગે કાળા કલરની તાલપત્રી બાંધેલ હોવાનું અને આઇસર ગાડીમાં ચોર ખાનુ બનાવી તેમાં દારૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રીએ પોલીસ ચોકી પાસે વોચ ગોઠવતા આ આઇસર ગાડી નીકળતા આઇસર ચાલક મુળસીંગ પ્રભાતસીંગ રાઠોડ, ઉ.વ. ૪૨ ધંધો ડ્રાઇવીંગ રહે. કાનોડા તા.જી.બાડમેર (રાજસ્થાન) વાળાને પકડી પૂછપરછ કરતા આઇસરમાંથી દારૂ બિયરનો જથ્થો કાઢી આપ્યો હતો.

વધુમાં પોલીસની પૂછતાછમા દારૂનો આ જથ્થો આરોપી દયાનંદ ગોપાલ રહે. કોનકોન ગામ ગોવા, કોચીન, હાઇવે વાળાએ મોકલ્યો હોવાનું અને રાજકોટમાં રાજુસીંગ નામના આરોપીને આ જથ્થો આપવામાં આવનાર હોવાની કબૂલાત આપતા એલસીબી ટીમે રોયલ સ્ટગ વ્હીસ્કીની ૧૫૯ બોટલ, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બોટલ ૧૩૮, રોક વ્હીસ્કીની ૨૮૩ બોટલ, રીઝર્વ7 રેર વ્હીસ્કીની ૯ બોટલ, બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની ૩૬ બોટલ, કીંગફીશર પ્રીમીયમ બીયર ટીન નંગ-૪૮ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૨,૭૭,૫૧૦ નો મુદામાલ કબજે કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

આ સમાચારને શેર કરો