વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં જન્માષ્ટમીની મીની વેકેશન: તા. ૨થી ૬ સપ્ટેમ્બર સુધી કામકાજ બંધ

વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા દલાલો, વેપારીઓ, ખેડૂતો અને મજૂરોને જન્માષ્ટમીની રજાને પગલે માર્કેટિંગ યાર્ડના કામકાજ અંગે જાણ કરવામાં આવી છે. તા. ૦૨/૦૯/૨૦૨૬, બુધવારથી તા. ૦૬/૦૯/૨૦૨૬, રવિવાર સુધી જન્માષ્ટમીની રજા હોવાથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે.

માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રજાના દિવસોમાં ઉતરાઈ સદંતર બંધ રહેશે. જેથી તમામ સંબંધિતોએ આ અંગે નોંધ લેવા જણાવાયું છે.

તા. ૦૭/૦૯/૨૦૨૬, સોમવારથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

Follow Us on