વાંકાનેર નેશનલ હાઈવે પર નર્સરી પાસે બે કાર વચ્ચે અકસ્માત
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/09/galaxy-latest-ad.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/11/kaman-furniture-ad.jpg)
વાંકાનેર નેશનલ હાઈવે પર નર્સરી પાસે બે કાર વચ્ચે અકસ્માત થયું હતું જેમાં બંને કાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/11/R-J-Agro-ad.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/04/IMG-20200314-WA0011_copy_576x568-1.jpg)
મળતી માહિતી મુજબ વાંકાનેર પાસે 27 નેશનલ હાઈવે પર નર્સરી પાસે આજે બપોરના ઢુવા થી વાંકાનેર આવતી સેન્ટ્રો કાર અને વાંકાનેર થી મોરબી તરફ જતી મારુતિ સેલેરિયો કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમાં બંને કાર ચાલકો ને ઈજા પહોંચી છે. બંને ડ્રાઈવરને પ્રથમ સિવિલમાં અને બાદમાં પીર મશાયખ દવાખાના ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાંથી નવાગામના ગનીભાઇ સિપાઈને મોરબી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/04/20200328_131229_copy_432x393.jpg)
જ્યારથી લોકડાઉન થયું ત્યારથી હાઈવે ઉપર વાહનોની સંખ્યા ઓછી અને જેથી સ્પીડ વધારે હોય અને ડ્રાઇવરની શરતચુકના કારણે આવા અકસ્માત સર્જાતા હોય છે. જેમાં સેન્ટ્રો ચાલક મૂળ ઢુવાના અને ઢુવામાં કરિયાણાની દુકાન ચલાવતા ગનીભાઇ સિપાઈ તેવો દુકાન બંધ કરીને પોતાના વાંકાનેર ચંદ્રપુર ખાતે ઘરે આવતા ત્યારે સામેથી આવતી મારુતિ સેલેરિયો સાથે અકસ્માત થયું હતું અને બન્ને કાર ચાલકોને ઈજા પહોંચી હતી. મળેલ માહિતી મુજબ સેલેરિયો કાર ચાલક પણ વાંકાનેર શહેરના રહેવાસી છે અને મોરબી તરફ જઈ રહ્યા હતા.
કપ્તાનની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો…
એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)