વાંકાનેર: એસ.એમ.પી હાઈસ્કૂલ સિંધાવદરની વિધાર્થીનીએ જિલ્લા કક્ષાની 800 મીટર દોડમા ગોલ્ડ મેડલ મેળવ્યો.
વાંકાનેર: એસ એમ પી હાઈસ્કૂલ સિંધાવદરની ખેડૂત પરિવારની દીકરીએ 800 મીટર દોડમા ગોલ્ડ મેડલ મેળવીને ને જિલ્લા કક્ષાએ વાંકાનેરનું નામ રોશન કર્યું.
ખેલ મહાકુંભ ની જિલ્લા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધા ઉમા સંકુલ હળવદ મુકામે આજ રોજ યોજાય હતી. જેમાં અંડર 17 બહેનો વિભાગમાં 800 મીટર ની દોડ માં ખીજડીયા રાજ ના ખેડૂત મહંમદહનીફ ભાઈ શેરસીયાની દીકરી અને એસ એમ પી હાઈસ્કૂલ સિંધાવદરની વિધાર્થીની શેરસીયા તમન્ના મહંમદહનીફ એ પ્રથમ નંબર(ગોલ્ડ મેડલ) પ્રાપ્ત કરીને સમગ્ર વાંકાનેરનું નામ રોશન કર્યું છે.
શાળા મંડળના પ્રમુખ શકીલએહમદ કે.પીરઝાદા તથા આચાર્ય અને સમગ્ર સ્ટાફ એ વિજેતા દિકરીને અભિનંદન પાઠવ્યા હતા. હવે આવતા દિવસોમાં રાજ્યકક્ષાએ આ દીકરી મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

