ઈદે મિલાદુન્નબીના ઝુલુસ દરમિયાન વાંકાનેર પોલિસે સરબતનું વિતરણ કર્યું

વાંકાનેર : વાંકાનેરમાં આજે જશને ઈદે મીલાદુન્ન નબીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને ઈદ નિમિતે ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું.

વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચાવડી ચોક ખાતે ઈદના ઝુલુસ દરમિયાન છબીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસે ઈદના ઝુલુસમાં જોડાયેલા લોકોને પ્રસાદીરૂપે સરબતનું વિતરણ કરીને ઈદની શુભકામનાઓ પાઠવી હતી.

આ સમાચારને શેર કરો