વાંકાનેર:દોશી કોલેજ દ્વારા ગરીબ બાળકોને શિક્ષણમાં ઉપયોગી સ્ટેશનરીનું વિતરણ કરાયુ.

રાષ્ટ્રીય સેવા યોજના અને શ્રી દોશી આર્ટસ & કોમર્સ કોલેજ વાંકાનેર દ્વારા ગરીબ બાળકોને શિક્ષણમાં ઉપયોગી સ્ટેશનરી વસ્તુઓનું વિતરણ

વાંકાનેર: આજે દોશી આર્ટસ & કોમર્સ કોલેજ વાંકાનેરના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા 107 ગરીબ બાળકોને શિક્ષણમાં ઉપયોગી એવી સ્ટેશનરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવા યોજનાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમનું આયોજન NSSના પ્રોગ્રામ ઓફિસર ડો. શૈલેષ લાવડીયા દ્રારા કરવામાં આવ્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવમાં પ્રિન્સિપાલ યોગેશ ચુડાસમા, PTI ડો યોગેશ ચાવડા, કોમલબેન, ખ્યાતિબેન અન્ય સ્ટાફ મિત્રો જહેમત ઉઠાવી હતી.

આ સમાચારને શેર કરો