વાંકાનેર

વાંકાનેરના વરડુસરની વાડીમાં ચાલતું હાઈ-પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું


પોલીસે જુગારધામના સંચાલક નાથાભાઈ ડોડીયા સહિત 8 જુગારીઓને રૂ. 3.81 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા

વાંકાનેર: વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં એક વાડીમાં ધમધમતા જુગારધામ પર વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 8 આરોપીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે જુગારના અડ્ડા પરથી રોકડા રૂ. 97,020 અને વાહનો સહિત કુલ રૂ. 3,81,020નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વરડુસર ગામની ‘ખડીયા’ સીમમાં આવેલી વાડીના માલિક અને મૂળ વરડુસર તથા હાલ રાજકોટ રહેતા નાથાભાઈ લખમણભાઈ ડોડીયા દ્વારા બહારથી માણસો બોલાવી, જુગારના સાધનો પૂરા પાડી, અને નાલ ઉઘરાવી તીનપતિનો જુગાર રમાડવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.

બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા જુગારની મોજ માણી રહેલા નીચે મુજબના 8 આરોપીઓ સ્થળ પરથી ઝડપાઈ ગયા હતા:
નાથાભાઈ લખમણભાઈ ડોડીયા, રહે. સિલ્વર નેસ્ટ સોસાયટી, સંત કબીર રોડ, રાજકોટ (જુગારધામના સંચાલક)
હમીરભાઈ ગોંવિદભાઈ ડાભી, રહે. ગામ વરડુસર
સનાભાઈ નરશીભાઈ ઝેઝરીયા, રહે. ગામ ચુપણી
નાજાભાઈ છેલાભાઈ ડાભી, રહે. ગામ વરડુસર
સુરેશભાઈ અરજણભાઈ ડાભી, રહે. વરડુસર
ભીમાભાઈ ગોંવિદભાઈ ઓળકીયા, રહે. ગામ ચુપણી, તા. હળવદ
સંજયભાઈ બીજલભાઈ ફીસડીયા, રહે. વરડુસર
દિગ્વિજયસિંહ નટુભા પરમાર, રહે. ગામ ચુપણી, તા. હળવદ
દરોડા દરમિયાન પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ. 97,020 સહિત 8 મોબાઈલ ફોન (કિંમત રૂ. 24,000) અને અલગ-અલગ ચાર વાહનો (કિંમત રૂ. 2,60,000) મળી કુલ રૂ. 3,81,020નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ 4 અને 5 હેઠળ ગુન્હો દાખલ કરીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઈન્સપેકટર બી.વી.પટેલ તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઈ. રામભાઈ મંઢ, ક્રિપાલસિંહ ચાવડા, પો.કોન્સ. અજયસિંહ ઝાલા, સામતભાઈ છુછીયા, રાજેશભાઈ પલાણી, અશ્વિનભાઈ રંગાણી, શકતિસિંહ પરમાર અને બ્રીજેશભાઈ બોરીચા દ્વારા કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો