Placeholder canvas

વિવેકાનંદ ક્વિઝ સ્પર્ધામાં વાંકાનેરની વિદ્યાર્થીનીએ મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું.

વાંકાનેર: રાજ્ય સ્તરીય વિવેકાનંદ લેખિત ક્વિઝ સ્પર્ધામાં વાંકાનેરની વિદ્યાર્થીનીએ મોરબી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.

એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની ધોરણ 11 ની વિદ્યાર્થીની વોરા હિતેક્ષા અશ્વિનભાઈએ 11 મી રાજ્ય સ્તરીય વિવેકાનંદ લેખિત ક્વિઝ સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને મોરબી જિલ્લાનું તેમજ શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીના ઇન્ચાર્જ ડીઈઓ રાણીપા તેમજ શાળા પરિવારના તમામ ટ્રસ્ટીઓ, આચાર્યો પ્રધાનાચાર્ય દર્શનાબેન જાની તેમજ પ્રમુખ લલીતભાઈ મહેતાએ વિદ્યાર્થીની બહેનને ખૂબ ખૂબ આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી છેકે તે વિવેકાનંદ ના ઉચ્ચ વિચારોને જીવનમાં અપનાવી ખૂબ ખૂબ આગળ વધે અને ઉત્તરોતર પ્રગતિ કરીને શાળા પરિવારનું નામ રોશન કરે.

આ સમાચારને શેર કરો