વાંકાનેર

વાંકાનેરના વીસીપરામા ઝઘડાના સમાધાન માટે ભેગા થયેલા લોકો ઉપર હુમલો

વાંકાનેર : વાંકાનેર શહેરના વીસીપરામાં સ્મશાન રોડ ઉપર ઝઘડા બાદ સમાધાન માટે ભેગા થયેલા લોકોને અહીં કેમ ઉભા છો કરી ચાર શખ્સોએ ગાળાગાળી કરી છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર શહેરના વીસીપરામાં રહેતા સોહિલભાઈ મહેબૂબભાઈ કટિયા નામના યુવાને વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ અહેમદભાઈ તેમજ ઋતુરાજસિંહ અને ફરિયાદીને ઝઘડો થયો હોય જે બાબતે સમાધાન માટે વીસીપરા સ્મશાન રોડ નજીક ઉભા હતા ત્યારે આરોપી રમેશભાઇ રબારી, સાગર રમેશભાઈ રબારી, બંસી રમેશભાઈ રબારી અને પિન્ટુ ઉર્ફે ઠુંઠો કોળી બનાવ સ્થળે આવ્યા હતા અને અહીં કેમ ભેગા થયેલા છો કહી ઝઘડો કરી ફરિયાદી તેમજ સાહેદો ઉપર છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા ફરિયાદ નોંધાવી હતી.

આ સમાચારને શેર કરો