skip to content

વાંકાનેર તાલુકાના વીરપર ગામે જાહેરમાં જુગાર રમતા 11 ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા વીરપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બે અલગ અલગ દરોડામાં 11 શખ્સોને જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં બુટાભાઈ દેકાવાડીયા, ધનજીભાઈ દેકાવાડીયા, વનરાજભાઈ દેકાવાડીયા, હિતેશભાઈ ડાંગરોચા, સુનિલભાઈ ડાંગરોચા અને સાગરભાઈ ડાંગરોચાને 12,600 રોકડા રૂપિયા અને ગંજીપત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જ્યારે બીજા દરોડામાં વિરપર ગામે દૂધની ડેરી પાસે તીનપતિ રમી રહેલા આરોપી અજય ઉર્ફે કુકો રૂપાભાઈ ડાંગરોચા, બાબો બેચરભાઈ દેકાવાડિયા, બેચર બચુભાઇ દેકાવાડિયા, વિજય બેચરભાઈ દેકાવાડિયા અને કાળું રણછોડભાઈ દેકાવાડિયાને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો