Placeholder canvas

વાંકાનેરના જોધપર ગામે હોર્ન વગાડવા મામલે બધડાટી, મકાન-ગાડી અને મંદિરમાં તોડફોડ

વાંકાનેરના જોધપર ગામે બજારમાં ઇકો ગાડી લઈને હોર્ન વગાડવા મામલે બોલાચાલી થતા મારામારી થઇ હતી અને મકાન તથા ગાડીમાં તોડફોડ થઇ હોવાની બંનેપક્ષની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેરના જોધપર ગામે રહેતા ગાંડુંભાઈ લખમણભાઈ ધરજીયા (ઉ.૬૦) પોતાના ઘરે હોય દરમિયાન આરોપી બીપીનભાઈ નો દીકરો ઉદય આવારનવાર બજારમાં ઇકો ગાડી લઇ હોર્ન વગાડતો હોય જે વગાડવાની નાં પાડતા આરોપી મધુબેન ઉર્ફે બેબીબેન, આશાબેન બીપીનભાઈ,રોહિત, મુના શિવા, ગોકળભાઈ અને બીપીનભાઈ રહે-બધા જોધપર તા. વાંકાનેર એ વારાફરતી ફરિયાદી ગાંડુભાઈના મકાન પાસે આવી ગાળો આપી ધરની બહાર નીકળવા માટે કહેલ અને ફરિયાદી ગાંડુભાઈ ઘરની બહાર ના નીકળતા તેના મકાનની બારીને ધુમ્બા મારી કાચ તોડી તેમજ માતાજીના મંદિરની બારીઓ તોડી નાખી, મકાનની બહાર રાખેલ વેગેનઆર કાર જીજે ૦૩ ડી જી ૭૬૮૬ ના કાચ તોડી નુકશાની કરેલ તેમજ આરોપી બીપીનભાઈના હાથમાં છરી લઇને આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ગાંડુભાઈ ધરજીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાવી છે

જ્યારે બીજા બનાવમાં મધુબેન બીપીનભાઈ દાદરેચા (ઉ.૪૦) એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ગાંડુભાઈ લખમણભાઈ ધરજીયા,જેરામ ઉર્ફે જેરો ગાંડુભાઈ ધરજીયા રહે-બંને જોધપર તા. વાંકાનેર એ ફરિયાદી મધુબેન તથા તેના દીકરા ઉદયને શેરીમાં હોર્ન વગાડવા બાબતે ઉભા રાખી ગાળો આપી આરોપી ગાંડુભાઈએ ફરિયાદી મધુબેન તથા તેની દીકરી આશાને ફડાકો મારી ઈજા કરી આરોપી જેરામ ઉર્ફે જેરો ગાંડુંભાઈ ધરજીયાએ ફરિયાદી મધુબેનના પતિની ઇકો કાર જીજે ૩૬ એલ ૧૮૩૧ ના આગળના કાચમાં છુટો પથ્થર મારી આગળનો કાચ તોડી નુકશાન કરી તથા બંને આરોપીઓએ ફરિયાદી મધુબેનને તથા તેના દીકરા દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર તાલુકા પોલીસે બંનેપક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો