Placeholder canvas

વાંકાનેર:’આપ’ના આગેવાનો અને કાર્યકરોની વિક્રમભાઈ સોરાણીએ મુલાકાત લીધી.

વાંકાનેર: : રાજકોટ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હાથે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરનાર કોળી સમાજના સામાજિક યુવા અગ્રણી વિક્રમભાઈ સોરાણીએ વાંકાનેરની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

વાંકાનેર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય વિક્રમભાઈ સોરાણી ને આવકારી ને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આપના વાંકાનેર તાલુકા પ્રમુખ ગનિભાઈ બાદીએ ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને સંગઠન બાબતે ગનીભાઇ બાદી તૌફિક અમરેલીયા અને આપના કાર્યકરો વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી.

વિક્રમભાઈ સોરાણી આમ આદમી પાર્ટીમાં જોડાતા વાંકાનેર વિધાનસભાના કાર્યકરોમાં ઉત્સાહ અને જુસ્સો આવ્યો છે, હવે તમામ કાર્યકરોએ સાથે મળીને વાંકાનેર વિધાનસભા ક્ષેત્રમાં ‘આપ’ને મજબૂત કરીને આમ આદમી પાર્ટી જેમને ટિકિટ આપે તેમન વિજય બનાવવા માટેના તમામ કાર્યકરોએ સંગઠીત થઈને યુવા અને વડીલોને આપમાં જોડવાની જુંબેશ શરૂ કરવા બાબતે ચર્ચા થઈ હતી.

આ સમાચારને શેર કરો