Placeholder canvas

AAPના વધુ 9 ઉમેદવારોની જાહેરાત, વાંકાનેર સીટ પર વિક્રમભાઈ સોરાણી aapના ઉમેદવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ભાજપ અને કોંગ્રેસ પહેલાં AAP હવે ઉમેદવારો જાહેર કરી રહી છે, જેમાં પ્રથમ યાદી બાદ આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે વિધાનસભાની ચુંટણીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ જાહેર કરેલા 9 સીટના ઉમેદવારોમાં વાંકાનેર વિધાનસભા સીટ ઉપર કોળી સમાજના યુવા અગ્રણી વિક્રમભાઈ સોરાણીની પસંદગી કરવામાં આવી છે.

ગોપાલ ઇટાલિયાએ બીજી યાદી જાહેર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત દિવસે દિવસે થઈ રહી છે. અરવિંદ કેજરીવાલ દ્વારા જે ગેરંટી આપવામાં આવી રહી છે તેના પર લોકો ભરોસો મૂકી રહ્યાં છે. દિલ્લી અને પંજાબમાં કરી બતાવ્યું તો ગુજરાતમાં પણ કરી બતાવશે. સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે. આમ આદમી પાર્ટીએ પહેલી યાદી જાહેર કરી હતી. વહેલા ઉમેદવાર જાહેર કર્યા એ ભાજપના લોકોએ સારો નિર્ણય ગણાવ્યો છે.પહેલી યાદી જાહેર થયા એ ઉમેદવાર પણ લોકસંપર્ક કરી રહ્યા છે. પહેલી યાદીને સારો આવકાર મળતાં આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરીએ છીએ.

આ ૯ ઉમેદવારોને ટિકીટ મળી

૧, રાજુભાઈ કરપડા – ચોટીલા,
૨, પિયુષ પરમાર- માંગરોળ,
૩, કરશનભાઈ કરમુર- જામનગર ઉત્તર,
૪, નિમિષાબેન ખૂંટ- ગોંડલ,
૫, પ્રકાશ કોન્ટ્રાક્ટર- સુરત-ચોર્યાસી,
૬, વિક્રમભાઈ સોરાણી- વાંકાનેર,
૭, ભરતભાઈ વાખળા- દેવગઢ બારીયા,
૮, જે જે મેવાડા- અસારવા અમદાવાદ,
૯, વિપુલભાઈ સખીયા- ધોરાજી,

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/JnLb1qRRcMLL2mOaumRb5j
આ સમાચારને શેર કરો