વાંકાનેરના ત્રણ કારખાનામા વીજ ચોરી પકકડાઈ, 3.15 કરોડનું બિલ ફટકારાયુ.

કારખાનેદારોએ લોહચુંબક લગાવી વીજ ચોરી કરતા વિજલન્સની કાર્યવાહી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે વિજતંત્રના વીજલન્સ વિભાગે ચેકીંગ હાથ ધરતા ત્રણ કારખાનામાં મીટરમાં લોહ ચુંબક ચોંટાડી વીજ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવતા ત્રણેય કારખાનેદારોને રૂપિયા 3.15 કરોડથી વધુનો દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જીયુવીએનએલના એડિશનલ જીપી પાંડિયન તથા સુપ્રીમટેન્ડન્ટ એન્જિનીયર મોદીના માર્ગદર્શન હેઠળ વિજિલન્સ અધિકારીઓએ વાંકાનેર તાલુકાના રાજાવડલામાં આવેલા રાજા ઈન્ડસ્ટ્રીઝ, રાજા કેટલ ફીડ તથા તસ્કીને એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં વિજિલન્સ ટીમ ત્રાટકી હતી અને મીટરમાં હેવી મેગ્નેટ લગાવી થતી વીજ ચોરી રંગેહાથ ઝડપી લીધી હતી તેમજ આ ત્રણે કારખાનામાં મીટર તથા ટી.સી. ઉતારી લેવામાં આવ્યા હતા. અને 3.15 કરોડનું બિલ ફટકારવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો