વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસમાં ત્રણ જગ્યાએ વીજળી પડી…!!!
આજે બપોરે વણઝારામાં વીજળી પડતા એક પડીનું મોત, એકની ગંભીર ઇજા.
વાંકાનેર ગઈકાલે વરસાદની આગાહી મુજબ સાંજના સમયે વરસાદ શરૂ થયો હતો અને ક્યાંક ઓછો તો કયાક વધારે વરસાદ પડ્યો હતો ત્યારે ગઈકાલે રાત્રિના સમયે વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે ગામની એકદમ નજીક વાળા વિસ્તારમાં કડીવાર આહમદ હાજી (માજી અલાવદી સરપંચના ભાઈ)ના વાડામાં વીજળી પડતા વાડામાં રાખેલ કડબ સળગી ગઇ હતી. જ્યારે ગઈ કાલે વાંકાનેર તાલુકાના તીથવા ગામે વકાલીયા નુરા શેઠના ઘર પર સીડીરૂમ પર વીજળી પડી હતી અને મકાનમાં સારું એવું નુકશાન થયું હતું.

જ્યારે આજે બપોરના બે-સવાબે વાગ્યાની આસપાસ વાંકાનેર શહેર થી ઉત્તર દિશા તરફ ગાજવીજ શરૂ થયું હતું અને લાગતું હતું કેસિંધાવદર-ખેરવા વિસ્તારમાં વરસાદ પડતો હશે તેવામાં જ ખેરવા પાસે આવેલું વણઝારા ગામમાં ગામની નજીક સીમમાં વીજળી પડી હતી જેમાં મનસુખભાઈ બેચરભાઈ બાવરિયા અને વિક્રમભાઈ બેચરભાઈ બાવરિયા ની વાડીએ બાજુ બાજુમાં બાંધેલા ઢોર પણ વીજળી પડી હતી તેમાંથી એક પાડીનું ત્યાં ને ત્યાં મોત થયું હતું. જ્યારે બીજી પાડીને પણ ભારે ઈજાઓ થઈ છે તે હાલ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે માહિતી મુજબ આ પાડી પણ બચી શકે તેમ નથી.

આમ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ થયો છે અને મારે કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વીજળીના ભારે ચમકારા અને કડાકા ભડાકા થતા ત્યારે તેવું લાગતું કે કયાકને કયા વિજળી પડી હશે આમ છેલ્લા બે દિવસમાં એટલે કે ગઈકાલે અને આજે વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ જગ્યાએ વીજળી પડી છે.

