વાંકાનેર

વાંકાનેર તાલુકાના કેરાળા અને ખીજડીયા ગામમાં વીજળી પડી

વાંકાનેર ગઈકાલે લગભગ સમગ્ર તાલુકામાં વધતાં ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. આ વરસાદ ભારે ગાજવીજ સાથે શરૂ થયો હતો જોતજોતામાં ભારે કડાકા થવા લાગ્યા હતા, તેમાં એક બે વખત તો એવું લાગ્યું કે નક્કી ક્યાં વીજળી પડી… તેવા સવારમાં સમાચાર મળ્યા કે વાંકાનેર તાલુકામાં બે ગામડામાં વિજળી પડી છે.

વાંકાનેર તાલુકાના કેરાળા ગામમાં બાદી સલીમ ઉસ્માનભાઈના ઘરે સિડીરૂમ પર વીજળી પડી હતી, સિડીરૂમમાં બાખોરૂ થઈ ગયું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ નોહતી. એ જ રીતે વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામની ભાગોળે આવેલી પ્રાથમિક શાળા ઉપર વીજળી પડી હતી પારાપેટ થોડી પડી ગઈ હતી તેમજ ડેમેજ કરી દીધી હતી. ત્યાં પણ સદનસીબે કોઈ જાનહાની થઈ નોહતી…

આ સમાચારને શેર કરો