વાંકાનેર: વિધા ભારતીમાં ત્રિવેણી કાર્યક્રમ યોજાયો.
વાંકાનેર: વિધા ભારતીના વિદ્યાલયોમાં તેજસ્વીતા અભિવાદન ધોરણ 10નો શુભેચ્છા સમારોહ અને ધોરણ 12 નો વિદાય સમારોહનો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો. જેમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, અલગ અલગ વિભાગના પ્રધાનાચાર્યશ્રીઓ, આચાર્યો તથા ત્રણેય વિદ્યાલયના ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ સિદ્ધિ મેળવેલ પૂર્વ વિદ્યાર્થી અને વાલિઓની ખૂબ મોટી ઉપસ્થિતિ રહી હતી. શાળાના નિમંત્રણને માન આપી બી.આર.સી કોર્ડીનેટર મયુરસિંહ પરમાર પણ આ કાર્યક્રમમાં જોડાય વિદ્યાર્થીને પ્રેરણા અને પ્રોત્સાહન આપેલ મંડળ દ્વારા તેમનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું.

સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ ની પ્રેરક ઉપસ્થિતિ માં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ પોતાના શાળા જીવનના સંસ્મરણો પ્રતિભાવો સ્વરૂપે રજૂ કર્યા કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 માં વર્ષ ૨૦૨૩ -૨૪ મા વિષય વાર શ્રેષ્ઠ દેખાવ કરનાર ૨૩ વિદ્યાર્થીઓનું વિષયનું સૌજન્ય જેમના દ્વારા થયું છે તેના દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ ધોરણ 9 થી 12 ના પ્રથમ એકથી ત્રણ નંબર મેળવેલ છે ૩૦ વિદ્યાર્થી ભાઈઓ બહેનો નું શિલ્ડ એનાયત કરી સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ તેમજ તેમની સિદ્ધિઓને બિરદાવેલ આ સાથે ત્રણેય વિધાલય ના આ વર્ષે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપનાર ધોરણ 10 ના 158 અને ધોરણ 12 ના 100 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ ના 36 જેટલા વિ ઓ ને સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા અંતરથી શુભેચ્છાઓ અને જીવનમાં પણ ખૂબ પ્રગતિ કરે . ગામ સમાજ, દેશ નું નામ રોશન કરે તેવા આર્શીવચનો આપવામાં આવ્યા હતા.
વિદ્યાર્થી પોતાના વ્યવસાયિક જીવનમાં પણ વસુધૈવ કુટુંબકમ મો ભાવ લઈ સમાજમાં કાર્ય કરે . પ્રમાણિકતા થી તનાવ રહિત પરીક્ષા ઓ આપી શ્રેષ્ઠત્વ ને પામે તેવા આશીર્વાદ ઉપસ્થિત ટ્રસ્ટના પ્રમુખ અમરશીભાઈ મઢવી વિનુભાઈ રૂપારેલિયા , કલ્પેન્દું ભાઈ મહેતા અને દિનેશભાઈ રાવલ દ્વારા આપવામાં આવ્યાં કાર્યક્રમનું સફળ આયોજન નિલેશ ભાઈ ધોકિયા , દર્શનાબેન જાની અને ત્રણેય વિદ્યાલયના આચાર્યો દ્વારા કરવામાં આવ્યું હતું.


