Placeholder canvas

રાજકોટ વિભાગમાં સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્ર્નમંચ અને વૈદિક ગણિત પ્રશ્નમંચ કાર્યક્રમ યોજાયો.

ગુજરાત પ્રાંતના રાજકોટ વિભાગના પ્રશ્ન મંચનો કાર્યક્રમ વાંકાનેર ખાતે શ્રી વી.એ. મહેતા વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ ખાતે રોજવૈદિક ગણિત પ્રશ્ર્નમંચ અને સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્ર્નમંચ યોજાયો હતો.

જેમાં સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્ર્નમંચમાં શિ‌શુવર્ગમાં ૯,બાલવર્ગમાં ૧૦, કિશોરવર્ગમાં ૦૫ તરૂણવર્ગમાં ૦૪ ટીમોએ ભાગ લીધેલ. વૈદિક ગણિત પ્રશ્નમયમાં શિશુવર્ગમાં ૦૯, બાલવર્ગની ૫, કિશોર્ગમાં ૭ ટીમે ભાગ લીધેલ. જેમાં કુલ ૨૫૦ વિધાર્થીઓ અને ૩૬ આચાર્યો પ્રતિભાગી થયા હતા. આ પ્રશ્ન મંચમાં વિદ્યા ભારતી વાંકાનેર ના પ્રાથમિક વિદ્યાલયના શિશુ વિભાગના બાળકોએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે,કે કે શાહ માધ્યમિક વિદ્યાલયના કિશોર વિભાગના પ્રતિભાગીઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.અને વૈદિક ગણિત પ્રશ્ન મંચમાં તરુણ વિભાગમાં શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની બહેનોએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. આ તકે તેમને શાળાના આચાર્યો પ્ટ્રસ્ટી દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા તેમને શીલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

હવે આગામી તારીખ 11 /9 રોજપ્રાંત માટે ના પ્રશ્ન મંચમાં આ ત્રણેય ટીમ ગુજરાત રાજ્યની પ્રશ્નમાં સ્પર્ધામાં કરમસદ મુકામે ભાગ લેવા માટે જશે શ્રીમતી એલ કે સંઘવી વિદ્યાલયમાં મુલાકાતે આવેલા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના બાદી સાહેબે . વૈદિક ગણિત દ્વારા ખૂબ ઝડપથી ગણતરી ગણતરી કરતી બહેનોને અભિનંદન આપ્યા દરેક વિદ્યાર્થીઓને વૈદિક ગણિત શીખવું જોઈએ.કારણ કે તેના દ્વારા ખૂબ ઝડપી ગણતરી સરળતાથી થાય છે તે માટે શાળાના આચાર્ય દર્શના બેન જાની પણ સતત પ્રયત્ન કરતા રહે છે જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીને ખૂબ ફાયદો થાય છે એ માટે તેમને અને સમગ્ર વિદ્યા ભારતી ની ટીમને પણ આવા સુંદર કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા આજના કેલ્ક્યુલેટરના યુગમાં સાંસ્કૃતિક જ્ઞાન અને આપણુ ભુલાયેલું વૈદિક ગણિત ફરીથી જીવંત કરવા સૌ પ્રયત્નશીલ એવા વિદ્યાભારતી ના તમામ કાર્યકર્તા ને અભિનંદન પાઠવેલ

આ સમાચારને શેર કરો