મોરબી જિલ્લાના ‘આપ’ પ્રમુખ તરીકે વસંતભાઈ ગોરીયા રીપીટ

મોરબી: આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણી પૂર્વે સંગઠન વધુ મજબુત બનાવવાના હેતુથી ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં પ્રદેશના હોદેદારોની વરણીમાં મોરબી જિલ્લાનાના નેતાઓને પણ સ્થાન મળ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ તરીકે વસંતભાઈ ગોરીયાને રીપીટ કરાયા છે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાંથી સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી તરીકે શિવાજી ડાંગર, સ્ટેટ ટ્રેડ ઉપપ્રમુખ તરીકે ગીરીશભાઈ પેથાપરા અને મોરબી જિલ્લા પ્રમુખ તરીકે સંગઠનમા ઉત્તમ કામગીરી કરી, મોરબી જિલ્લામાં આપના સંગઠનને મજબૂત કરનાર યુવા પાટીદાર ઉધોગપતિ અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા વસંતભાઈ ગોરીયાને પ્રમુખ તરીકે રીપીટ કરાયા છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો