Placeholder canvas

વાંકાનેર: કુંભારપરામાંથી વરલી મટકાના જુગાર રમતો એક શખ્સ ઝડપાયો.

વાંકાનેર સીટી પોલીસને મળેલ બાતમીના આધારે શહેરના કુંભારપરા ચોક ખાતે જુગારનો દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડી, તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના કુંભારપરા ચોકમાં દરોડો પાડી જાહેરમાં પૈસાની હારજીતનો નસીબ આધારિત વર્લી ફિચર્સના આંકડાઓ લખી જુગાર રમતા નુરશા ઈબ્રાહીમશા કાદરી (રહે. કુંભારપરા)ને રંગેહાથ રોકડ રકમ રૂ. ૯૨૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો