વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાંથી વર્લી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

વાંકાનેર સિટી પોલીસનો બાતમીના આધારે દરોડો; વર્લીના આંકડા લખેલી કાપલી અને રૂ. 710 રોકડા કબજે

વાંકાનેર: વાંકાનેર શહેરની અમરસિંહજી હાઈસ્કૂલ પાસે આવેલા ગ્રાઉન્ડમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર સિટી પોલીસને મળેલી બાતમીના આધારે અમરસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખીને જુગાર રમાડતા **નરેશ પ્રેમજીભાઈ બાવળીયા (ઉંમર 40 વર્ષ, રહે. ડબલ ચાલી, મિલ પ્લોટ, વાંકાનેર)**ને પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો.

પોલીસે આરોપી પાસેથી વર્લીના આંકડા લખેલી કાપલી અને રોકડા રૂ. 710 મળી કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે વાંકાનેર સિટી પોલીસે આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

Follow Us on