વાંકાનેર રાજપરિવાર ગજાનન મહારાજના દર્શને.
વાંકાનેર : રાજાશાહી ગયે તો સાત દાયકાથી વધુ સમય વીતી ગયો છતાં રાજાશાહીમાં જે રાજા પ્રજાવત્સલ રાજવીની છાપ છોડી ગયા તે રાજવીઓના વંશજોને પ્રજા આજે પણ પૂરું માન સન્માન આપે છે.
આમ તો વાંકાનેરના પૂર્વ મહારાજ કુમાર રણજીતસિંહજી (IAS, નિવૃત્ત) વર્ષોથી દિલ્હીમાં રહે છે અને WWF India તથા INTACH જેવી ટોચની સંસ્થાઓના સહયોગમાં રહી પ્રકૃતિ અને સંસ્કૃતિના રક્ષણ, જતન તેમજ જાગૃતિના કાર્યમાં અતિ વ્યસ્ત રહે છે તેથી વાંકાનેરમાં આવી જનસંપર્કમાં રહેવાનું જવલ્લેજ બને છે.
તાજેતરમાં ચાલી રહેલ ગણેશ ઉત્સવ દરમ્યાન તારીખ ૧૧મી સપ્ટેમ્બરના મહારાજ કુમાર સાહેબને વાંકાનેર આવવાનું થતાં તેઓ તથા તેમના કુંવારીબા અને વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ વાંકાનેરના ટાઉન હોલમાં બિરાજતા ગજાનન મહારાજના દર્શને પધાર્યા ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જાણીતા ડોકટર કિરણ ગોસાઈ, ડો. ભિમાણી સહિત ઉપસ્થિત સર્વે નગરજનોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું, ડો. જયવિરસિંહ ઝાલા તથા રાજભા જાડેજાએ મહારાજ કુમાર સાહેબનું તેમજ ડૉ. સ્નેહલબા ઝાલા તથા જયશ્રીબાએ કુંવરિબા સાહેબનું સાલ ઓઢાડી નગરજનો વતી સન્માન કર્યું. આ પૂર્વ રાજ પરિવારના બંને સદશ્યોશ્રીએ પ્રજાજનો સાથે ભાવ વિભોર થઇ આરતીના સમાપ્તિ સમય સુધી ખડે પગે રહી ગજાનન મહારાજના દર્શન કર્યા.
વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લા સાથે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના મહત્વના સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા માટે કપ્તાન ન્યુઝના વોટસએપ ગ્રુપમાં જોડાવો…
કપ્તાના વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…
https://chat.whatsapp.com/LRTnfksdJOTJ9VE8nj9F97