વાંકાનેર: વઘાસીયા ગામ નજીકની રેલ્વે ફાટક 10 દિવસથી ખુલ્લી જ નથી !

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ નજીકની પસાર થતા રેલ્વે ટ્રેક પર વઘાસીયા ગામ લોકોને નેશનલ હાઈવે પર આવવા માટેના રસ્તા પરની ફાટક છેલ્લા દસ દિવસથી ખુલ્લી જ નથી તંત્રએ આ ફાટક મેઈન્ટેન્સના બહાને રેલ્વે તંત્ર દ્વારા બંધ કરાઇ હોવાનું કહેવાય છે મંત્રણા આટલા લાંબા મેન્ટેનન્સ થી વઘાસીયા ગામના લોકોને હાઇવે પર આવવામાં તેમજ રેલ્વે કે આગળના ભાગમાં આવેલ એ માળીયા આવવામાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

આખરે વઘાસીયા ગામના લોકો અને પોતાની વાડીએ જવામાં હેરાન પરેશાન થઈ ગયા છે તેવા ખેડૂતો આખરે થાકીને કંટાળીને ગઈકાલે બંધ રેલ્વે ફાટક પર હલ્લાબોલ કરી અને રેલ્વે તંત્રને તાત્કાલિક આ ફાટક પુનઃ શરૂ કરવા ચિમકી આપી હતી. અને જો આ બાબતે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તો આગામી સમયમાં જલદ કાર્યક્રમો આપવાની ચીમકી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગામલોકોના હલ્લાબોલ બાદ પણ જવાબદાર રેલ્વે તંત્રના કોઈ પણ અધિકારીઓ ગામલોકોની રજુઆત સાંભળવા ફરક્યા નહોતા….

આ સમાચારને શેર કરો